સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ 5/ 11/ 2020 ના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં થયેલા નિર્ણય ધ્યાનમાં રાખતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલ સહિત મહાનુભાવો ને ડી.લીટ ની પદવી આપવા બાબતે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કુલ પતિને પત્ર લખ્યો છે.
આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ 5/11/ 2020 ના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં થયેલ આ નિર્ણય પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેટલાક મહાનુભાવોને પદવી આપવાની છે.
સ્વર્ગીય કેશુભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે. આજના દિવસે ફરીથી આપના દ્વારા સ્વ કેશુભાઈ પટેલને ડી.લીટ ની પદવી તાત્કાલિક એનાયત કરવાની વિધિ કરવામાં આવે અને સૌરાષ્ટ્રના પ્રજાજનોને શ્રદ્ધાંજલિ સુમન આપવામાં આવે તેવી માંગણી કરું છું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 5 નવેમ્બર પછી ૧૯ ડિસેમ્બર અને ૨૮ માર્ચના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વર્ગીય કેશુભાઈ પટેલને મરણોત્તર ડી.લીટ પદવી એનાયત થવાની વિધિ કરી શકાય હોત.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!