હાર્દિક પટેલનો માસ્ટરપ્લાન / આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાય તેવી પુરેપુરી શક્યતા, ભાજપ ની ચિંતામાં વધારો..
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે. રાજ્યમાં ની આપ પાર્ટી ના આગમન અને સુરત કોર્પોરેશન પાર્ટીને મળેલી સફળતા બાદ સત્તાધારી પક્ષ ભાજપમાં ચિંતા ફેલાઇ છે. જેને કારણે સીએમ ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સુરત ને ખાસ મહત્વનું સ્થાન આપ્યું છે.
બીજી તરફ કોંગ્રેસ પણ રાજ્યમાં ફરીથી સત્તા હાંસલ કરવા કમર કસી છે. વડગામના અપક્ષ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થોડા દિવસમાં વિધિવત રીતે કોંગ્રેસના સામેલ થશે તેવી માહિતી સામે આવી રહી છે.
મેવાણી કોંગ્રેસમાં સામેલ થાય તો કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઈ શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પરંતુ સતત અવગણના થઈ રહી છે.
તેવા નેતા અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસમાં સામેલ થાય તેવી અટકળો તેજ બની છે. જો આ બંને લેતા ફરી કોંગ્રેસમાં સામેલ થાય તો હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ ની ત્રિપુટી ફરીથી રાજ્ય સરકાર નાકમાં દમ લાવી શકે છે.
તેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. જો કે મેવાણી ની કોંગ્રેસના એન્ટ્રી મામલે અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ કરશે.
ગમે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ કેમ લેવાની જાહેરાત કરી શકે છે. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આગામી સમયમાં જોવાનું રહ્યું કે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં થાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!