હાર્દિક પટેલનો હુંકાર / ભાજપના ધારાસભ્યોને તમારા વિસ્તારમાં ઘુસવા ન દેતા..

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે અને સાથે જ ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના નેતા ફરી એકવાર, સુરતના ઓલપાડ ખાતે લોક દરબારમાં હાર્દિક પટેલે નિવેદન આપતા લોકોને અપીલ કરી છે કે, ભાજપના ધારાસભ્યોને તમારા વિસ્તારમાં ઘુસવા ન દેતા, ભાજપ આપેલા વાયદા પૂરા ન કરે ત્યાં સુધી વિરોધ કરજો.

મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે પ્રચાર અને પ્રસાર કરવામાં લાગી છે. જે અંતર્ગત હાર્દિક પટેલ સુરત પહોંચ્યા હતા.

જ્યાં પાર્ટી ભાજપને લલકારતા કહ્યું હતું કે, ચૂંટણી આવે એટલે ભાજપ નાતજાતની રાજનીતિ રમશે. ઓલપાડના ધારાસભ્યએ વિધાનસભામાં કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી.

મુકેશ પટેલ એકવાર પણ તમારી સમસ્યા વિધાનસભામાં કહી નથી. સરકારે ગમેતે અને અમને ફસાવ્યો અને જેલના સળિયા તોડી બહાર નીકળીશું, અને વિરોધ કરીશું તેઓ હાર્દિક પટેલે જણાવ્યું હતું.24 ઓગસ્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા.

રાજકોટની પોલિટેકનિકમાં પ્રોફેસર વઘાસીયા હાલ કોમામાં છે, અને પરિવારજનોને આર્થિક મદદ માટે હાર્દિક અને તેની ટીમ રાજકોટ પહોંચી હતી, સાથે તેમને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાદ તેમને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *