હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનને લઈને આપ્યું નિવેદન, જો સરકાર કેસ પાછા નહીં ખેંચે તો..

પાટીદાર કેસમાં હાર્દિક પટેલનું નિવેદન છે જુના સરકારના નવ કેસ પરત ખેંચ્યા છે જો સરકાર ટૂંક સમયમાં કેસ પાછા ખેંચશે તો મીઠાઇ ખવડાવીશું. વર્ષ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું જેમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા ધરણાં યોજવાની જાહેરાત થતાં જ પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.

પાટીદાર અનામત આંદોલનના કેટલા આંદોલનકારીઓ પર કેસ કર્યા હતા અંગે કેટલાક રાજ્ય સરકારે પાંચ દ્વારા રજૂઆત કરી ચૂકી છે. આગામી સમયમાં આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

અમદાવાદમાં થયેલા 10 કેસ પરત ખેંચવાના રાજ્ય સરકારે જાહેરાત કરી છે. 10 માંથી 9 કેસ આનંદીબેનની સરકાર માં પાછા ખેંચવાની જાહેરાત થઈ હતી.

હાર્દિક પટેલે તેવું જણાવ્યું હતું કે, પાટીદાર કેસમાં હાર્દિક પટેલના નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાલ આવા સમાચાર મળી રહ્યા છે કે, સરકારે 10 કેસ પાછા ખેંચવા ની તૈયારી બતાવી છે અને ખેંચી પણ લીધા છે.

હાર્દિક પટેલે કેસ પરત પર પોઝિટિવ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જે યુવાનોએ આવનારી પેઢી માટે આંદોલન કર્યું છે. તે કેસ પાછા ખેંચી છે અને સરકાર ન્યાય અપાવે તેવી માંગણી ઘણા સમયથી કરી રહ્યા છીએ ત્યારે મને ભરોસો છે કે, રાજ્ય સરકાર રાજ્યના યુવાનો નું ભલું થાય તે માટે નિર્ણય લેશે.

તો સરકાર ટૂંક સમયમાં કેસ પાછા કહે છે તો પાટીલ સાહેબ અને સીએમ સાહેબ નું મોં મીઠું કરવા જઈશું. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે જો કેસ પરત ખેંચવામાં સમય લાગશે, તો આંદોલન ફરી થશે અને પાટીદાર સમાજના યુવાનો અમે સરકાર સમક્ષ પહોંચાડીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *