Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ખળભળાટ / મોદીને જ હાર માટે જવાબદાર ગણાવ્યા, ભાજપના જ મુખ્યમંત્રી આપ્યું ચોકાવનારું નિવેદન.. - GUJJUFAN

રાજકારણમાં ખળભળાટ / મોદીને જ હાર માટે જવાબદાર ગણાવ્યા, ભાજપના જ મુખ્યમંત્રી આપ્યું ચોકાવનારું નિવેદન..

લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ માટે સારા પરિણામ આવ્યા નથી આ પૈકી પ્રદેશમાં મંડી લોકસભા પર ભાજપને કારમી હાર મળી છે. આ હાર માટે મુખ્ય મંત્રી જયરામ ઠાકુર એ મોંઘવારીને જવાબદાર ગણાવતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ઠાકુરે ભાજપની હાર માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ કર્યા છે કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે પ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

પેટાચૂંટણીમાં ભાજપની હારની સીધી અસર મુખ્ય મંત્રી જયરામ ઠાકુર ના રાજકીય ભાવિ પર પણ પડશે. મુખ્યમંત્રી ઠાકોર મંડી જિલ્લાના છે, અને ત્યાં બેઠક પર ભાજપને કારમી હાર મળી છે.

આ હારને કારણે માનવામાં આવી રહ્યું છે કે, સીએમની શાખ ની સાથે સાથે તેમના રાજકીય ભવિષ્ય પર પણ અસર થશે.

ભાજપે તાજેતરમાં જે રીતે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે રીતે ઠાકોર પણ બદલાઇ શકે છે. હિમાચલની હારથી જયરામ ઠાકુર ના માથે સંકટ છે.

દેશમાં આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા તે રાજ્યોની 29 વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો પર મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને માટે આંખ ઉઘાડનારા સાબિત થયા છે.

હિમાચલ અને બંગાળમાં ભાજપે કારમો પરાજય નો સામનો કરવો પડ્યો છે. આ સામે ભાજપ ની લાજ રાખી હતી, તેમજ બિહારને પૂર્વોત્તરના રાજ્યોમાં એનડીએને વધુ બેઠકો મળી હતી.

29 વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો સૌથી વધુ એક બેઠક જીતી ને ભાજપને આગામી ચૂંટણી માટે સીધો પડકાર ફેંક્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *