સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા નું મોટું નિવેદન, બાળકો ની વેક્સિન લઈને શું કહ્યું…
ભારતમાં હાલ વેક્સિનેશન નું કાર્ય ચાલી રહ્યું છે. પણ આ વેક્સિનેશન ડ્રાઈવ માં બાળકો સામેલ નથી. તેમને લઇને હજુ વેક્સિન ની ટ્રાયલ ચાલી રહી છે. દુનિયામાં બાળકો માટે ફાઈઝરની વેક્સિન અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી દ્વારા મંજૂરી મળી ચૂકી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, જો બાળકોમાં વેક્સિનેશન ની શરૂઆત કરી દેવામાં આવે તો તેનાથી મહામારીની ચેન તોડવામાં સફળતા મળી શકે છે. ભારત અત્યાર સુધીમાં 42 કરોડથી વધારે વેક્સિનેશન આપી ચૂક્યું છે.
જો કે દેશમાં હજુ સુધી બાળકો માટે વેક્સિનેશન ની મંજૂરી મળી નથી. મહામારીની ત્રીજી લહેરને રોકવા માટે બાળકોનું વેક્સિનેશન કરવું જરૂરી છે.
આ બધાની વચ્ચે દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ બાળકો માટે લઈને એક અપડેટ આપી છે. પહેલીવાર સરકાર તરફથી કોઇ સંકેત આપવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપ સાંસદોની સંસદીય દળની બેઠકમાં બાળકોને વ્યક્તિને લઈને મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. દેશમાં બાળકો માટે વેક્સિન ઓગસ્ટ સુધીમાં આવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ ભાજપ સાંસદને આ વાત કરી હતી.
આ પહેલા પણ બાળકોની વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બાળકો માટે વેક્સિનેશન ટ્રાયલ પટના અને દિલ્હી એમ્સ માં પણ થઈ છે. મહામારી ની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!