આજે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ! વાસણા બોરેજના છ દરવાજા ખોલી દેવામાં આવ્યા…

Heavy rain forecast in Ahmedabad today: સમગ્ર રાજ્યમાં મેઘરાજા જોરદાર વેકીંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ આજે વહેલી સવારે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગના શહેરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદ શહેરના વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા છે. ( Ahmedabad ) વાસણા મેરેજમાંથી 10,000 ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અમદાવાદમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના કેન્દ્રના વૈજ્ઞાનિક રામસ્ય યાદવ એ હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે 17મી એ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત જે જિલ્લામાં અધિકારે વરસાદ પડવાની છે તેમાં છોટાઉદેપુર પંચમહાલ અને અરવલ્લી નો સમાવેશ થાય છે.

તે સિવાય બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા, અમદાવાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ છે વન વિભાગ અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકે તેમના અનુમાનમાં જણાવ્યું કે વોલમાર્ક લો પ્રેશરમાં પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સક્રિય છે.

જેના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સાથે તેમણે જણાવ્યું કે સોમવારે 18 મી એ પણ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તારીખે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે.

જ્યારે સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ખેડા અરવલ્લી અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *