Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ... - GUJJUFAN

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ…

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબડાટે બોલાવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની હોવાને લઈને વરસાદનું જોર વધશે. રાજ્યમાં હજુ પણ સારો વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી દિવસોમાં મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.

સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છાયો વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતના દ્વારકા, કચ્છ, સુરત, તાપી, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંય હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ રહેશે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે.

જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબડાટે બોલાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *