આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત સારી એવી થઈ રહી છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે હતી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા તારીખ 23, 24 અને 25 જુલાઈ ના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ સરકાર પણ એલર્ટ છે. ઉત્તર ગુજરાત મધ્યમ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તો 26 જુલાઈ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ આજે વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ ની આગાહી મુજબ આવતી કાલથી રાજ્યમાં ત્રણ દિવસ અતિ ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ નોંધાશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈ અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારબાદ વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

તેમ જ નાગરિકોને પણ દરિયાકાંઠે ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે. ત્યારે કેટલાક સ્થળો પર સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા દસ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

નદીઓ માં નવા નીર આવ્યા છે અને જળાશયોની સપાટી સતત વધી રહી છે. આ દરમિયાન આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *