અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી..

ગ્રહ અને નક્ષત્રોની ચાલ પરથી આગાહી કરતા હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ વરસાદ ને લઈને નવી આગાહી કરી છે, તેમને જણાવ્યું છે કે, આવતી કાલથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદ નહીં પડે પણ જ્યાં વરસાદ પડશે ત્યાંથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે. અમદાવાદના વીરમગામમાં પણ ભારે વરસાદની આગાહી ની શક્યતા દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાટડી અને દસાડા માં વરસાદ થશે તેવુ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે, સાથે સાથે ગુજરાતમાં બહુચરાજી, કડી, મહેસાણા, સિધ્ધપુર, વિસનગર અને પાલનપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેને કારણે નર્મદા નદીમાં પૂર આવશે તેવી હવામાન આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયા નો ખેડવાની પણ સૂચના આપી છે. આજથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર, શહેરના પંથકમાં પણ સામાન્ય વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, સાથે સાથે 31 જુલાઈ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, સુરત અને ભરૂચ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *