Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની આગાહી - GUJJUFAN

નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની આગાહી

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની પવન જોવા મળ્યો હતો રાંદેર, અડાજણ, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મહિધરપુરામાં ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં જોરદાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ સારા એવા વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. બોટાદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય બની શકે છે.

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદની જોરદાર એન્ટ્રી ને લઈને હવામાન વિભાગ આગાહી બે દિવસ વરસાદની માહોલ જોવા મળશે. તેવું પણ જણાવ્યું છે. 10 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં સિઝનનો 91 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્રમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય બની શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે આવનારા દિવસોમાં રાજ્યમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ આવી શકે છે. આગામી ત્રણ દિવસ વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉભી થશે તેવું જણાવવામાં આવ્યું છે.

ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તેવું જણાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *