Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજ્યના આ 11 જિલ્લામાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી - GUJJUFAN

રાજ્યના આ 11 જિલ્લામાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે સુરત શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા છલકાયા છે. સુરતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ જોવા મળ્યો છે. ત્યારે હવે રાજ્યમાં હજી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છુટો છવાયો વરસાદ જોવા મળશે.

તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. પાંચ દિવસ દરમ્યાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હજુ પણ 15 ટકા વરસાદની ઘટ છે. ત્યારે રાજસ્થાન પર સર્ક્યુલેશન લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્યપ્રદેશના ઉપર ના વિસ્તાર માં વધારે વરસાદ રહેશે નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ સારો નોંધાયો હતો.

ત્યારે મોડી રાત્રે શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સિઝનનો 48 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *