Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર સહિત આ જિલ્લાઓમાં હજુ 5 દિવસ અતિ ભારે વરસાદને લઈને આગાહી, તાત્કાલિક NDRFની 5 ટીમ તૈનાત - GUJJUFAN

સૌરાષ્ટ્ર સહિત આ જિલ્લાઓમાં હજુ 5 દિવસ અતિ ભારે વરસાદને લઈને આગાહી, તાત્કાલિક NDRFની 5 ટીમ તૈનાત

રાજ્યમાં આવવાની આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને પંજાબની NDRFની ટીમો વડોદરા પહોંચી છે.

ત્યાંથી તેમને તાપી, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલા કે વેઠવી પડી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ બેઠકો યોજાઈ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને આજે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જે મુજબ આગામી ત્રણ દિવસ વધારે વરસાદ રહેશે. ત્યારબાદ 15 જુલાઈ સુધી વરસાદની સ્થિતિ સારું રીતે યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

15 જુલાઈ બાદ વરસાદમાં આ રાહત મળે તેવી માહિતી પણ મળી રહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ગુજરાતમાં 11 જુલાઈ સુધી સીઝનનો સરેરાશ 41% વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ જોવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *