Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આગામી 24 થી 48 કલાક ધોધમાર વરસાદને લઇને કરાઈ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સુચના - GUJJUFAN

આગામી 24 થી 48 કલાક ધોધમાર વરસાદને લઇને કરાઈ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સુચના

ચોમાસુ શરૂ થતાની સાથે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5 તાલુકામાં અડધાથી 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી રહી છે, જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. સુરતના કામરેજમાં સાડાત્રણ ઈચ વરસાદ નોંધાયો છે.

દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે, અને માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. વલસાડ અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં મેઘ મહેર થઇ રહી છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં અડધાથી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

લિંબાયત ઝોનમાં એક ઇંચ વરસાદ થયો છે કામરેજમાં સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. સારો વરસાદ થવાને કારણે અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. અમરેલીના ખંભાળિયા ફતેપુર ગામ માં સારો વરસાદ થવાને કારણે ત્યાંની સ્થાનિક નદીમાં પુર આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં વિરામ બાદ કાલથી ફરીથી વરસાદ વરસવાનું શરૂ થયું છે, જેમાં સૌથી વધુ વિસાવદર ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ જૂનાગઢના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં 5 થી 7 ઇંચ વરસાદ થતાં નદીનાળા છલકાયા છે.

અમરેલી જિલ્લામાં બપોર બાદ ધીમે ધીમે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે. ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે જોકે વરસાદ ચાલુ રહેવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં સતત વરસાદને લઈને આગામી દિવસોમાં વરસાદ થવાના એંધાણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 થી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદને લઇને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *