Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આગામી બે દિવસ ધોધમાર વરસાદ ની આગાહી - GUJJUFAN

સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આગામી બે દિવસ ધોધમાર વરસાદ ની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ચોમાસુ શરૂ થાય તે પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો હતો.

વલસાડ, નવસારી, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચોમાસુ બેસતા પહેલા વરસાદ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

અરબી સમુદ્ર પરથી આવતાં ભેજવાળા પવન ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય વરસાદ રહેશે.

જેના કારણે ખેડૂતો અને ખેતીલાયક વરસાદ મળશે. એક બાદ એક નિષ્ણાંતો દ્વારા ચોમાસુ કેવું રહેશે. તેને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. ગુજરાતના જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો.

વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પલટો આવતા 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આગામી 15 થી 22 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ ને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *