ભાજપને લાગ્યો મોટો ઝટકો / આ ધારાસભ્યો ભાજપ છોડીને જોડાયા…
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સમન્વય પાર્ટી છોડી દીધી છે, અને મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયા છે. પણ મૂળ કોંગ્રેસના નેતા પાર્થ ચેટરજીએ કહ્યું હતું કે કાળીયાગંજ થી ભાજપના ધારાસભ્ય સુમનરાય બંગાળ અને ઉત્તર બંગાળના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે.
તે બંગાળની સંસ્કૃતિ અને વારસાને અકબંધ રાખવા માંગે છે. તેમને જણાવ્યું હતું કે, હું અહીં પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે મારા ભૂતપૂર્વ સાથીદારને ફરી શામેલ કરવા આવ્યો છું.
ટીએમસી માં જોડાયા બાદ સુમન રોયે કહ્યું હતું કે, હું TMPC વિદ્યાર્થી હતો, ભાજપમાં જોડાયા અને ટિકિટ લઈને તેમના માટે જીત્યો ખરા પણ, હું દિલથી ટીએમસી માં હતું.
લોકોએ 213 બેઠક પર આશીર્વાદ વરસાવ્યા છે. અમારા નેતાઓ ઉત્તર બંગાળ અને બંગાળના વિકાસ માટે પણ ઘણું કામ કરી રહ્યા છે. તેમને કહ્યું હતું કે, હું ભાજપમાં ગયો તે મારી ભૂલ હતી.
મે તેની માફી માંગી છે ઘણા લોકો ભાજપમાંથી ટીએમસીમાં જોડાવાની રાહ જોઈ રહ્યા છે. ભવાનીપુર બેઠક અંગે કહ્યું હતું કે, ચૂંટણી લોકશાહીનો એક ભાગ છે.
અમે ઘણા સમય પહેલા ભવાનીપુર માટે મમતાના નામની જાહેરાત કરી હતી. મમતા બેનર્જી રેકોર્ડ માર્જીનથી ચૂંટણી જીતશે.
આ દરમિયાન પેટા ચૂંટણીની જાહેરાતના એક કલાકની અંદર દક્ષિણ કોલકત્તાના ભવાનીપુર વિસ્તારમાં ભવાનીપુર બેઠક માટે મમતા બેનરજીના ચૂંટણી પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!