Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મહારાષ્ટ્રમાં અગામી ત્રણ દિવસ ગાજવીજ તેમજ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ, આ વિસ્તારોને હાઈ એલર્ટ - GUJJUFAN

મહારાષ્ટ્રમાં અગામી ત્રણ દિવસ ગાજવીજ તેમજ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ, આ વિસ્તારોને હાઈ એલર્ટ

હવામાન ખાતાએ એવી માહિતી આપી છે કે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ઉનાળાનું આગમન થઇ ગયું છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી બપોરે બળબળતો તડકો પડી રહ્યો છે. બીજી બાજુ આવતા ત્રણ દિવસ દરમિયાન મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં મેઘગર્જના વીજળીના કડાકા તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

આજે કોલંબા મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.6 ડીગ્રી જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 36.3 અને લઘુત્તમ તાપમાન 21.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

હવામાન ખાતાના ક્લાઇમેટ રિસર્ચ એન્ડ સર્વિસ વિભાગના વડા એ જણાવ્યું કે ગુજરાત માં હાલ મુંબઈ અને મહારાષ્ટ્ર પૂર્વ દિશામાં ગરમ પવનો વાતાવરણના નીચેના હિસ્સામાં કરી રહ્યા છે.

સમુદ્રના પવનની લહેર 12:00 બાદ જમીન પર આવી રહી છે. આ સમય દરમિયાન જમીન ગરમ થઈ જાય અને પરિણામે જમીન પર ગરમ હવા ખાતા વાતાવરણમાં ફેલાય જતી હોવાના કારણે તાપમાન ઊંચુ નોંધાઈ રહ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ મુંબઈમાં 8 અને 9 માસ દરમ્યાન ગાજવીજ તીવ્ર પવન સાથે વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે ગુજરાત સમાચાર ની માહિતી આપી છે કે, હાલ બંગાળના ઉપસાગરને ઋતુઓના ડિપ્રેશનની પરિસ્થિતિ સર્જાય છે.

વાતાવરણના મને ઉપરના હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હળવા દબાણ નો પટ્ટો પણ સર્જાયો છે. ઉપરાંત આ તમામ પરિબળોની અસર પૂર્વ દિશાના હળવા દબાણ નો પટ્ટો પણ સર્જાયો છે.

અને અચાનક વાતાવરણમાં પલટો જોવા થી 7, 8અને 9 માર્ચ દરમિયાન મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરિ, મધ્ય મહારાષ્ટ્ર નાસિક તેમજ મરાઠાવાડ ઓરંગાબાદ તેમજ અનેક વિસ્તારોને એલર્ટ કરાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *