હાઈકમાન્ડ ચોકી ઉઠયું, ગુપ્ત સર્વેના ચોંકાવનારા તારણો થી કોંગ્રેસ હાઈકમાન્ડ લઈ શકે છે, આ મોટા નિર્ણયો..

આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ એકદમ નબળો રહ્યો છે. તે જોતા કોંગ્રેસ હાઈ કમાન્ડ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ને અંધારામાં રાખીને ગુપ્ત સર્વે કરાયો હતો જેમાં એવા ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.

કે ગુજરાતના જૂના જોગીઓ જ કોંગ્રેસને ડુબાડી રહ્યા છે. હવે સ્વચ્છ પ્રતિભા ધરાવતો યુવાન અને પક્ષમાં સોંપવી પડશે, જે કંઈ બદલાવ લાવી શકશે. કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ હવે ભાજપને માર્ગે જઈ રહી છે.

ગુજરાતમાં જૂના જોગીઓને ઘરભેગા કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી નિશાળીયા કહી શકાય તેવા ધારાસભ્યોના હાથમાં રાજ્યનું કમાન સોંપી દીધું છે.

કોંગ્રેસ હાઈ કમાન્ડ એ પણ આ જ માર્ગ અપનાવીને પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે. ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવું કશું નથી. તેઓ રાજ્યની પ્રજાને સાથે થઈ રહ્યો છે.

ભાજપ સાથે વ્યાપારી સંબંધો ધરાવતા કોંગ્રેસના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઈને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઠ નેતાઓમાં રહી નથી. ખુદ કાર્યકર્તા જ કહી રહ્યા છે.

કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નહીં જીતના કોંગ્રેસના નેતાઓને સાઇડલાઇન નહીં કરાય ત્યાં સુધી કોંગ્રેસ નો ઉદ્ધાર નહીં. કાર્યકર્તાઓની ફરિયાદ આધારે એઆઈસીસી ની એક પ્રદેશ કોંગ્રેસના નેતાઓને અંધારામાં રાખીને ગુજરાતના આઠ ટીમો ઉતારી હતી.

આરટીઓને જુદા જુદા વિસ્તારમાં ફરી વાસ્તવિક રાજકીય પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના પીઢ નેતાઓ વિશે મંતવ્ય મેળવ્યા હતા. આ સર્વેમાં એવા તારણ નીકળ્યા હતા કે, વર્ષ 2022 ની ચૂંટણીમાં નવા યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને ટિકિટ અપાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *