23 વર્ષની ઉંમરે રચ્યો ઇતિહાસ, ભારતમાં બનશે નિરજ ચોપરા ના નામ પર…

23 વર્ષની ઉંમરે નિરજ ચોપરા એ રચ્યો ઇતિહાસ, ભાલા ફેંકમાં દેશને અપાવ્યો ગોલ્ડ, મેડલ નીરજ ના નામ પરથી બની શકે છે સ્ટેડિયમ તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ઓલમ્પિકમાં ભારત દેશ ને પહેલો ગોલ્ડ અપાવનાર નિરજ ચોપરા નું પીએમ મોદીએ સન્માન પણ કર્યું હતું. અને હવે દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ પુણેના પ્રવાસે જવાના છે, ત્યારે તેમને જાહેરાત કરી હતી કે સ્ટેડિયમનું નામ નિરજ ચોપરા ના નામ પર હશે.

ભાલા ફેંકમાં નીરજ પહેલા રાઉન્ડમાં 87.09% સુધી કર્યું હતું, અને બીજીવાર રોમાં ભાલો 87.58મીટર સુધી પહોંચ્યો હતો. બીજા કોઈપણ એથલીટ નો ભાલો અહીંયા સુધી પહોંચી શક્યો નહોતો, અને નીરજ ઇતિહાસ રચી દીધો હતો.

લગભગ સો વર્ષો બાદ ઓલમ્પિક રમત ની સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવનાર નીરજને સતત ઇનામ આપવામાં આવી રહ્યા છે. જલ્દી જ સ્ટેડિયમ બની શકે છે, દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે 23 ઓગસ્ટ ના રોજ પુણે પ્રવાસ જવાના છે, જ્યાં તે એક સ્ટેડિયમ નું ધીરજ ના નામ પર ઉદઘાટન કરી શકે છે.

રાજનાથ સિંહ પુણે સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ નો પ્રવાસ કરશે. PRO ડિફેન્સ બિહાર ઓના કહ્યા અનુસાર રક્ષામંત્રી પોતાના પ્રવાસમાં આ ઈન્સ્ટીટયુટમાં રહેલ સ્ટેડિયમનું નામ નિરજ ચોપરા આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ રાખી શકે તેવી સંભાવના છે.

આ ચર્ચાએ વેગ પકડ્યો છે એ મહત્વનું છે કે, નિરજ ચોપરા ભારતીય સેનામાં ખૂબ મહત્વના સ્થાન પર છે. તેણે પોતે પણ આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટયુટસમાં ટ્રેનિંગ લીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *