ગૃહમંત્રી અમીત શાહે ગાંધીનગર ખાતે કરી મહત્વની બેઠક, જાણો આ લીધા મહત્વના નિર્ણયો..

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પોતાના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર જિલ્લાના ગામો અને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોના ઝડપી નિકાલ લાવવાની સૂચન પણ કર્યું હતું.

ત્યારે શહેરની બેઠકમાં આવતા ગોતા થી સરખેજ ના 21 જેટલા તળાવો ને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાણાકીય આયોજન કરવા તેમજ ગટર પાણી ન પડે તેની તકેદારી કરી આ માટે તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું.

તેમજ વૃક્ષારોપણ અને તેની જાણકારી ની વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે તે જણાવ્યું હતું.વૃક્ષારોપણ ની સાથે સાથે તેના જતન સંવર્ધન અને સર્વાઇવલ વધે તે પણ એટલું જ જરૂરી છે.

તેમજ શહેરી ગરીબો અને જરૂરિયાત મંદ માટે આવાસ એ સમયની માંગ છે, ત્યારે હાઉસિંગ પોલિસીમાં ગરીબોને આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા માટેનું પણ સૂચન કરાયું છે.

સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે. જો કે, ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાયેલા કામોની સમીક્ષા કરવા જણાવવામાં આવ્યું હતું.

સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ પ્રગતિનગર સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજ, સિંધુ ભવન પાસે નિર્માણાધીન મલ્ટીલેવલ પાર્કિંગ, જસપુરા ખાતે બનતા 200 એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અન્ય વગેરે પ્રોજેક્ટ સર્વગ્રાહી સમીક્ષા કરી, અને તમામ કાર્યો સમયમર્યાદામાં પૂરા થાય તેવી અધિકારીઓને તાકીદ પણ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *