કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે સાંજે ગુજરાત આવી પહોંચશે, તેઓએ આવતીકાલે રક્ષાબંધનનો પર્વ અમદાવાદમાં મનાવવાના છે. તેઓ તેમના પરિવાર સાથે રક્ષાબંધનના પર્વ ની ઉજવણી કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત રક્ષાબંધનના તહેવાર પર ગુજરાતની મુલાકાતે દર વર્ષે આવે છે. તેઓ અમદાવાદમાં પરિવારની સાથે રક્ષાબંધન આવે છે.આ દિવસે તેઓ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે સમય પસાર કરે છે.
અમિત શાહ રાજકીય કાર્યક્રમો ની વ્યવસ્થા ની વચ્ચે પણ તહેવારોની ઉજવણી પરિવાર સાથે જ કરતા હોય છે. ત્યારે આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે.
એટલે આજે સાંજે જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વ્યવસ્થા વચ્ચે પણ સમય કાઢીને દિલ્હીથી અમદાવાદ આવી પહોંચવાના હોવાનું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
અહીં તેઓ પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવી પરિવારની સાથે સમય વિતાવવાનો છે. ત્યારબાદ તેઓ ફરી દિલ્હી જઈને ફરી પોતાનું કામ રાબેતા મુજબ ચાલુ કરી દેવાના છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!