ગૃહિણીઓને લાગ્યો વધુ એક ઝટકો / ટમેટા સહીત લીલા શાકભાજીનાં ભાવ પહોંચ્યા આસમાને, જાણો નવો ભાવ

ગૃહિણીઓને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. રોટી, કપડા અને મકાન ત્રણે વસ્તુ સામાન્ય જનતા માટે મહત્વની હોય છે. આજના જમાનામાં મકાન ખરીદવા મુશ્કેલ થઈ ગયું છે, પરંતુ મોંઘવારીનો માર દિવસેને દિવસે વધી રહ્યો છે. મોંઘવારી ધીમે ધીમે વેગ પકડી રહી છે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સામાન્ય જનતાનું બજેટ ખોરવાઇ ગયું છે. પહેલા મરચા અને ત્યારબાદ લીંબુ હવે ટમેટાના ભાવ લાલચોળ થઈ ગયા છે. ટામેટા ની કિંમત રિટેલર માર્કેટમાં 80 રૂપિયા પ્રતિ કિંમત પહોંચી ગઈ છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે છેલ્લા પાંચ મહિનામાં ટમેટાના ભાવ બમણા થઈ ગયા છે. બજારમાં વર્ષની શરૂઆતમાં ટામેટા ની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો હતી. જેમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવે ટમેટા ની કિંમત પ્રતિ કિલો 100 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ મહિનામાં ટામેટા ની કિંમત જોઈએ, તો જાન્યુઆરીમાં 30 રૂપિયા પ્રતિ કિલો ભાવતા ફેબ્રુઆરીમાં તેની કિંમત વધી ને 40 રુપિયા થઈ ગઈ છે.

અને ત્યાર બાદ હવે માર્ચ માં 50 રૂપિયાની કિલો ભાવ પહોંચી ગયા છે. ટમેટા ની કિંમત વધતાં લોકોએ ટામેટા ની ખરીદી કે ઘટાડી દીધી છે. વેપારીઓના મતે ગુજરાતમાં માર્ચ મહિનામાં ટામેટાનું વાવેતર થતું નથી.

આ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ટમેટાં યાદ કરે છે જોકે આ વર્ષ ત્યાં સુધી ટમેટાનું કરતા આવડી ગયું છે. અને ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે

હોલસેલ માર્કેટમાં ટમેટા 45 રૂપિયામાં વેચાઇ રહ્યા છે. હવે ચોમાસાના આગમન બાદ કિંમતોમાં ઘટાડો થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *