Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત માંથે કેટલું દેવું છે ? તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો.. - GUJJUFAN

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત માંથે કેટલું દેવું છે ? તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો..

ગુજરાત વિધાનસભામાં પેટલાદના ધારાસભ્યોના સવાર પર રાજ્ય સરકારે ગુજરાત પર વધી રહેલા દેવા બાબતે જવાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકાર પર હાલ ત્રણ લાખ કરોડથી વધુનું દેવું હોવાનો ખુલાસો થયો છે.જો આંકડાકીય ગણિત સમજીએ તો વર્ષ 2020માં 3 લાખ 959 કરોડ દેવું જે વર્ષ 2019-20 માં 26,791 કરોડથી વધુ અને વર્ષ 2020-21 માં 33864 ગ્રુપમાં ઉલ્લેખ થયો છે.

ત્યારે ચિંતા ના સમાચાર એ છે કે, ગુજરાત નું દેવું સતત વધી રહ્યું છે જેની સામે સતત આવક ઘટી રહી છે. વિધાનસભા સમક્ષ વર્ષ 2020માં ઓડિટ રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારને નાણાકીય સ્થિતિ અંગે મહત્ત્વનો અવલોકન પણ સામે આવ્યું હતું. વર્ષ 2019-20 માં સરકારની કર આવક રૂપિયા 1095 એટલે કે કરની આવકમાં 1.37 ટકા ઘટાડો અને બીનકર આવકમાં 34.93 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બીનકર આવકમાં વધારો એ ગુજરાતની અર્થવ્યવસ્થા માટે સારી વાત છે. પણ કરી આવકમાં ઘટાડો એ લાલબત્તી સમાન છે.

કારણ કે રાજ્યની તિજોરી પર આવક સૌથી વધુ અસર કરે છે. જો બિનકર આવકમાં વધારો પર નજર કરીએ તો અગાઉ કરતા રૂપિયા 4687 કરોડનો વધારો થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *