Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હુંકાર / હાર્દિક પટેલે ભાજપની હારને લઈને કર્યો મોટો દાવો, 2022ની ચૂંટણીમાં પછાડીને... - GUJJUFAN

હુંકાર / હાર્દિક પટેલે ભાજપની હારને લઈને કર્યો મોટો દાવો, 2022ની ચૂંટણીમાં પછાડીને…

કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું કે, ગામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને ઉમેદવારો પોતાની શક્તિ અનુસાર ગામ પંચાયતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. 50 ટકાથી વધુ ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ સમર્થક ઉમેદવારોની જીત થઈ છે. તમામ ચૂંટાયેલા સરપંચ ગામ પંચાયતના સુંદર નિર્માણથી ગુજરાત રાજ્ય ના નવા નિર્માણ માટેના મહત્વના પાયા નાખશે.

સત્તા વિરોધી આંદોલન માંથી બહાર આવેલા યુવા નેતાઓ ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉપસરપંચ અને સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે.

તમામ યુવા સરપંચ પોતાના ગ્રામ પંચાયતોમાં વિકાસની રૂપરેખા તૈયાર કરી પોતાની યુવા શક્તિનો પરચો આપશે ભાજપે સત્તા કેન્દ્ર દ્વારા પંચાયત માથાને તોડીને ગુજરાત ત્રિસ્તરીય વ્યવસ્થા નું મોટું નુકસાન કર્યું છે.

કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દિવસે ને દિવસે ખેડૂતો માટે દેવુ વધી રહ્યું છે.

લોકસભાની ચુંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનાર ભાજપ સરકારના સાત વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ છે.

ખેડૂતોનું દેવું માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનું દેવું માફ કરે છે. ભાજપ સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓને યાદીમાં સતત વધારો થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *