આવી રહ્યું છે ‘આસની’ વાવાઝોડું, 90 થી 120 કિલોમીટરની ઝડપે આ રાજ્યમાંથી પસાર થશે ! આ વિસ્તારોમાં એલર્ટ..

વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે. 8 થી 11 દરમિયાન કેટલાક રાજ્યોમાં લૂનો પ્રકોપ દેખાશે. અંદમાન નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલી ચક્રવાતી તોફાન ઓડીશા અથવા આંધ્રપ્રદેશમાં દસ્તક નહીં આપે, પરંતુ દરિયાકાંઠે સમાંતર આગળ વધશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઉત્તર પૂર્વ તરફ હશે. અને ઉત્તર આંધ્ર ઓડિશા કિનારા થી ઊત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી તરફ આગળ વધશે.

તે હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં કિનારા તરફ વધી રહ્યું છે. તે દસ મે ની સાંજ સુધીમાં તે દિશામાં આગળ વધવાનું ચાલું રાખશે, અને પછી ઊત્તર પૂર્વ તરફ આગળ વધશે અને દરિયાકાંઠાના સમાંતર આગળ વધશે.

ઓરિસ્સાના દરિયા કાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 60 કિ.મી પ્રતિ કલાક થઈ જશે. તેઓએ કહ્યું કે, ઓરિસ્સાના દરિયા કાંઠા પાસે સમુદ્રની સ્થિતિ નવમી અને દસમી ના રોજ ખરાબ રહેશે, અને સમુદ્રમાં પવનની ઝડપ 90 થી 110 કિમી પ્રતિ કલાક સુધી વધી જશે.

ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે. જે વધી 60 કિ.મી પ્રતિ કલાક થઈ જશે, પવનની ગતિ 90 થી 120 કી.મી કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેઓએ જણાવ્યું હતું કે, પ્રભાવ હેઠળ ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ ની સાંજ બાદ હળવા થી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ તારીખ 8 મે થી 11 મે દરમિયાન હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને જમ્મુ-કાશ્મીર વિભાગમાં ગરમીની લહેર અટકવાની શક્યતા છે.

તારીખ 10 મે થી દિલ્હીમાં હિટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. આ સિવાય યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યમાં ગરમી ની સ્થિતિ જોવા મળશે. દેશમાં આગામી 48 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ વધારે ખરાબ થઈ જશે. આ સિવાય પૂર્વોત્તર ભારત પશ્ચિમ બંગાળ, સિક્કીમ, કેરળ ના ભાગો તેમાં તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *