સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, વાતાવરણમાં અચાનક પલટો

ગુજરાતમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં લો પ્રેશર થવાને કારણે ગુજરાતમાં તેની અસર વર્તાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિની વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર નો દરિયો તોફાની બન્યો છે તો જામનગર, ઓખા, કંડલા અને પોરબંદરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે કચ્છમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટમાં પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે જામનગરમાં 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

જ્યારે મોરબીના માળિયા માં ભારે પવનને કારણે ધુળની ડમરીઓ ઉડી હતી. વાતાવરણ રાજસ્થાનમાં લો પ્રેશરને કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં ગરમી યથાવત્ રહેશે દક્ષિણ તરફથી ફૂંકાતા પવન ને કારણે તાપમાન યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ બે ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ અમદાવાદમાં ગરમીનો પારો આંકડો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજસ્થાનમાં ઓપરેશનને કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપી, દાહોદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે દરિયો તોફાની બની રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાવાઝોડાને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *