વાવાઝોડાએ વધારી ચિંતા / આજે સાંજ સુધીમાં ત્રાટકી શકે છે ગુલાબ વાવાઝોડું, જાણો ક્યાં થશે સૌથી વધારે અસર
ઓરિસ્સા ગોપાલપુર અને વિશાખાપટ્ટનમ ની વચ્ચે રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકિનારાના જિલ્લાઓમાં SDRF અને NDRF ની તેનાત કરી દેવામાં આવી છે. ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં વિશાખાપટ્ટનમ જિલ્લાઓમાં માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
ઓડિશાના ગજબ જિલ્લા પર વાવાઝોડાના કારણે ભારે તબાહી આશંકા છે. ત્યારે ત્યાં પણ તંત્ર દોડતું થયું છે. lMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે.
અત્યારે હાલ વાવાઝોડું 14 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આઈએમડી એ કહ્યું હતું કે, 26 સપ્ટેમ્બર ની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર ની વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા નાટક પર ત્રાટકી શકે છે.
નોંધનીય છે કે, વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા જે એટલું જ નહીં આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
કારણ કે હજુ ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ઉચી લહેરો ઊઠવાની આશંકા છે. દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં આપી દેવામાં આવ્યું છે.
આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો છે.
અને જો આ પ્રેશર વાવાઝોડામાં ફેર હોય તો સીધું જ ઓડિશા, આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે. દરિયામાં થઇ રહેલા ઘટનાને જોતા કોલકત્તા મીદનાપુર 24 પરગણા સહિત આખા બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!