ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય નિરિક્ષકો એ ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરતાં વધુ એક અનઅપેક્ષિત નામ સામે આવી ગયું. ભુપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના વિશ્વાસુ અને નજીક ગણાય છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ.
આમ આદમી પાર્ટીની વચ્ચે મુશ્કેલી
ગુજરાતના 17 મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની વરણી થતા સુરતના જે પાટીદારોએ આમ આદમી પાર્ટી નો ઝંડો લેવા આવ્યો તેમ પાટીદાર નાગઢ ઘાટલોડિયાના પૂર્વ પાટીદાર આમ આદમી તરફના જાય અને સામાજિક એકતા બની રહે તેવો ઘાટ છે.
કોંગ્રેસમાં શું થશે ?
ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલની વરણી થતા હવે કોંગ્રેસની મૂર્છા ભાંગશે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજીનામાં મંડળને ધરી દીધા હતા.
હવે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખ બનાવી ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી નું સુકાન સંભાળી શકે છે. એટલે ગુજરાતમાં અન્ય સમાજ કરતા પાટીદાર સામે પાટીદાર નું કાર્ડ ખેલાય તો નવાઈ નહીં રહે.
ગુજરાતને 17 માં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલ સોમવારે શપથ લેશે. રવિવારે મોડી સાંજે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મંત્રીમંડળનું વિસ્તરણ અંગે ચર્ચા વિચારણા થશે.
નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલ ની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી, સ્કૂલ બોર્ડ અમદાવાદના 2008 થી 10 સુધી ચેરમેન રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!