અમારા સમાજના મંત્રીનું પદ કપાશે તો, ભાજપને પરિણામ ભોગવવુ પડશે, સરકારને આપી ખુલ્લી..

ભાજપનો આંતરિક ડખો બહાર આવી રહ્યો છે. જેમાં જસદણ વિછીયા ભાજપ સોશિયલ મીડિયા ગ્રુપે ભાજપને ખુલ્લી ચેલેન્જ આપી છે. જેમાં જો કોળી સમાજના કેબિનેટ મંત્રી નું પદ કપાશે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે, તેવી વાત કરવામાં આવી છે. જસદણ વિછીયા માં કુંવરજી બાવળિયાના ખાસ અંગત લોકો પાસેથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

કુંવરજી બાવળિયાના ભત્રીજા જય બાવળીયા જસદણમાં કોળી સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજ ની મીટીંગ બોલાવી છે. એ મહત્વનું છે કે, કુંવરજી બાવળિયાની કેબિનેટ મંત્રી પદની ખુરશી જોખમમાં છે.

તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાલમાં કોળી સમાજ અને પાટીદારો વચ્ચે ની પોસ્ટ સોશિઅલ મીડિયામાં વાયરલ થઈ છે.

મંત્રી મંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળ તમામ મંત્રીઓ ના પડતા મૂકીને નવા સવાર ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયત શરૂ થતા નારાજગી અને અસંતોષ ઉભો થયો છે.

જેનો પડઘો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચી ગયો છે. આના કારણે શપથવિધિ અચાનક અટકાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર શપથવિધિ અટકાવવા પાછળ મંત્રીમંડળની યાદી જવાબદાર હોઈ શકે છે. હાલમાં સિનિયર નેતાઓ નું નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *