ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. અને શપથ કાર્યક્રમ પણ શરૂ થઇ ગયો છે. ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ માં નો રિપીટ થિયરી ને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રૂપાણી મંત્રી મંડળના એક મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને બધા નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.
ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતા અને પાટીદાર નેતા નીતિન પટેલનું ખૂબ મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું. ગુજરાતનો વધુ વિકાસ થાય અને પ્રગતિ થાય એ પ્રકારનું કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
નીતિન પટેલને સવાલ પૂછ્યો કે, રાજ્યમાં કેટલાક નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે જેમાં આહીર અને કોળી સમાજની નારાજગી વ્યક્ત કરી છે અને શું તેમના સમર્થકો પર નારાજ છે કે કેમ ?
ત્યારે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે જો ભોઈ સમાજ, કે કોઈ વ્યક્તિ, કે કોઈ જિલ્લો નારાજ થાય તો જોવાની જવાબદારી મારી નથી.
નીતિન પટેલે કહ્યું કે, હવે આ બધું જોવાની જવાબદારી મારી નથી. આ જોવાનું જવાબદારી અત્યારના નેતૃત્વની છે. મારે એ વિશે કોઈ ચર્ચા કરવાનું કારણ નથી. સ્વાભાવિક છે કે, કોઈ આવે ને કોઈ જાય.
એટલે મને ખુશી થતી હોય, અને જેને મળે તેને સમર્થકોને દુઃખ થાય, આ તો દુનિયાનો ક્રમ છે. આ તો બધું ભગવાન નિર્મિત છે. અને ચાલ્યા કરશે.
નીતિન પટેલને જ્યારે પૂછ્યું કે, 2022માં ભુપેન્દ્ર પટેલ ની નેતૃત્વમાં ચૂંટણી થશે. ત્યારે નીતિન પટેલે કહ્યું કે, અત્યારે તો પાર્ટી એ તેમના જ નેતૃત્વ અને જવાબદારી સોંપી છે, એટલે એમને જ બધું કામ આગળ વધારવાનું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!