ભાજપના આ દિગ્ગજ નેતાએ ભરી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને કટાક્ષમાં એવું કહ્યું કે, જુઓ.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કૂંડાળીયા ગામે બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર એ ઉત્સાહમાં આવી ખેડૂતોની બાબતમાં વાણિયાઓ ને ખબર ન પડે તેમ કહી મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ટીકા કરી હતી.મુખ્યમંત્રી તરીકે શંકરભાઈ જેવા ખેડૂત પુત્ર હોવા જોઈએ.

તેઓ નિવેદન આપતા વાતે વેગ પકડ્યો છે, અને સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આગામી વર્ષ યોજનાર છે. ત્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પોતાના મતવિસ્તાર વાવ તાલુકામાં ત્યારથી જ પ્રચાર કાર્ય આરંભી દીધો છે.

બે દિવસ અગાઉ વાવ તાલુકા ના કુંડાળીયા ગામ માં ભાજપ કાર્યકરોની શુભેચ્છા બેઠક યોજાઇ હતી, જેમાં શંકર ચૌધરી ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા.

બેઠકમાં દુષ્કાળની પરિસ્થિતિ ને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારે ભાજપના કાર્યકર પરાગભાઈ એ પોતાના વક્ત વયમાં ઉત્સાહમાં આવી જઈને ગુજરાતની ગાદી પર ખેડૂતનો દિકરો હોવો જોઈએ,

વાણી આવો ને કંઈ ખબર નહિ પડે. મુખ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી જેવો હોવો જોઈએ જે ખેડૂત ના કામ કરી શકે એવું નિવેદન કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

શંકર ચૌધરીએ પણ હાથના ઇશારાથી તેમણે ચૂપ રહેવાનું જણાવ્યું હતું. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના કાર્યકરો દ્વારા મુખ્ય મંત્રીની ટીકા કરતો આ વીડિયો વાયરલ થતાં જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *