ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં આ સમાજના નેતા હશે નંબર 2 પર, જાણો જીતુ વાઘાણી નું સ્થાન..
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. અને આજે 1:30 કલાકે રાજભવન ખાતે ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ ની શપથવિધી છે. આ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતાં મૂકાય હોવાની ચર્ચા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં વડોદરા ના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં બીજા નંબરે રહેશે.
કેબિનેટની શપથવિધિમાં સૌથી પહેલા નંબરે રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેશે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લઇ ચૂક્યા છે. તેથી કેબિનેટમાં સૌથી પહેલા શપથ લઈને ત્રિવેદી કેબિનેટમાં નંબર બે ગણાશે.
જ્યારે તેમના પછીના નંબર જીતુ વાઘાણી રહેશે, તેમના પછી રાઘવજી શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. અને શપથ કાર્યક્રમ પણ શરૂ થઇ ગયો છે.
ગુજરાતની નવી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ માં નો રિપીટ થિયરી ને લઈને ભાજપ અડગ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રૂપાણી મંત્રી મંડળના એક મંત્રીને રિપીટ કરવામાં નહીં આવે અને બધા નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.
1- હર્ષ સંઘવી, મજુરા 2- નરેશ પટેલ, ગણદેવી 3- કિરીટસિંહ રાણા, લીમડી 4- અરવિંદ રૈયાણી, રાજકોટ દક્ષિણ 5- કનુ દેસાઈ, પાલડી 6- ઋષિકેશ, પટેલ વિસનગર 7- બ્રિજેશ, મેરજા મોરબી 8- કિર્તીસિંહ, વાઘેલા કાંકરેજ 9- મુકેશ, પટેલ ઓલપાડ
10- આર.સી.મકવાણા, મહુવા 11- જીતુ ચૌધરી, કપરાડા 12- રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય 13- જીતુ વાઘાણી, ભાવનગર 14- મનીષા વકીલ, વડોદરા શહેર 15- દેવાભાઈ માલમ, કેશોદ 16- જેવી કાકડિયા, ધારી
17- જગદીશ પંચાલ, નિકોલ 18- ગજેન્દ્ર સિંહ પરમાર 19- પ્રદીપ પરમાર, અસારવા 20- નિમિષા સુથાર, મોરવાહડફ 21- નીમાબેન આચાર્ય, ભુજ 22- રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા 23- કુબેર ડિંડોરી, સતરામપુર
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!