ગાંધીનગરમાં નેતાઓને પોલીસે દોડાવ્યા, દોડતા દોડતા ધારાસભ્ય બોલ્યા કે…
ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસ દ્વારા અનેકવાર વિરોધ કરવામાં આવે અને તે બાદ તે વિરોધ કરનારાઓને પોલીસે અટકાયત કરીને લઈ જાય, દર વખતનું આ ઘટનાક્રમ છે. પરંતુ આજે વિધાનસભાની બહાર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. બોલિવૂડ ફિલ્મોની જેમ પોલીસે કોંગ્રેસના ધારાસભ્યોને દોડાવી દોડાવીને પકડ્યા.
થોડા દિવસ પહેલા ગુજરાત પર આફત બનીને આવેલા તોઉ તે વાવાઝોડા બાદ જે સહાય આપવામાં આવી તેમાં સર્વે કરવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. માછીમારો અને ખેડૂતોને પૂરતું વળતર મળી રહે તે માટે સ્વર્ણિમ સંકુલ-૧ પાસે અમરીશ ડેર અને પૂજા વંશ વિરોધ કરી રહ્યા હતા.
જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ પર શામેલ થયા હતા. આ રીતે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેને કારણે પોલીસે અટકાયત કરવામાં આવી, અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા. અટકાયત બાદ પરેશ ધાનાણી એમ કહ્યું હતું કે, પોલીસ અમારા પર હુમલો કર્યો છે.
પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવા પહોંચી કેમ, મીડિયાના કેમેરાની સામે જ ધારાસભ્યો અને પોલીસ વચ્ચે દોડાદોડ થઈ હતી. અમરીશ ડેર અટકાયત થી બચવા માટે સંકુલમાં દોડીયા અને પાછળ પાછળ પોલીસ પણ ગઈ, ભાગમભાગ માં પોલીસે એક એક કરીને ધારાસભ્યોને પકડ્યા. અમરીશ ડેર દોડતા દોડતા પડી ગયા, અને પોલીસના હાથમાં આવી ગયા.
આ રીતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસે અટકાયત કરતા અમરીશ ડેર એ હસતા હસતા કહ્યું કે, અમે અસરગ્રસ્તો માટે લડીએ છીએ. પોલીસ સરકારનો હાથો બનવાનું બંધ કરે.
અમિત ચાવડા ની અટકાયત થતાં તેમને કહ્યું કે, કયા કાયદા હેઠળ મારી અટકાયત કરી રહ્યા છો, અમે કયા કાયદાનો ભંગ કર્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે, ગાંધી ના જ ગુજરાતમાં ગાંધીજીના સ્ટેચ્યુ ના દર્શન પણ નથી કરવા દેતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!