રાજકારણમાં નવાજૂનીના એંધાણ / નીતિન પટેલ એકાએક જ રાજ્ય સરકારના આ ટોચના દિગ્ગજ નેતા ને મળવા પહોંચ્યા..

ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા બાદ રાજકારણમાં હલચલ થઇ છે. મુખ્યમંત્રી બદલાયા બાદ વિધાનસભાની ચૂંટણીને લઇને અનેક અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહામારીમાં સરકારની નિષ્ફળતાને કારણે હાઇ કમાન્ડે મુખ્યમંત્રી બદલ્યા છે. તો બીજી તરફ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.

સાથે જ ભૂપેન્દ્ર પટેલ નું નવું મંત્રીમંડળ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીઓ હવે પૂર્વ મંત્રીઓ ની મુલાકાત કરી રહ્યા છે અને તેમની સલાહસૂચન મેળવી રહ્યા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષવી પણ ચાર્જ સંભાળી લેતા પૂર્વ ગૃહરાજ્યમંત્રી સાથે દોઢ કલાક સુધી બેઠક કરી હતી.ત્યારે હવે નાણામંત્રી કનુ દેસાઇએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલની સાથે મુલાકાત કરી હતી.

આ માહિતી નીતિન પટેલે ટ્વિટ કરીને આપી હતી. ભુપેન્દ્ર પટેલની સરકારમાં કનુ દેસાઇ અને નાણામંત્રી, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી બનાવવામાં આવ્યા છે.

કનુ દેસાઇએ પણ તેમનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે કાર્યભાર સંભાળ્યા પછી તેઓ પૂર્વ નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની મુલાકાત કરવા માટે તેમના અમદાવાદ નિવાસ સ્થાન પર ગયા હતા.

અને નીતિન પટેલ ગુજરાતી અડધા કલાક સુધી વાતચીત પણ કરી હતી. નાણામંત્રી અને પૂર્વ નાણામંત્રી વચ્ચે થયેલી મુલાકાતને નીતિન પટેલ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *