સમાચાર

કોંગ્રેસ હાઈ કમાન્ડ / હાર્દિક પટેલની ગેરહાજરીથી, કોંગ્રેસ આ નેતાને કાર્યકારી અધ્યક્ષ બનાવે તેવી ચર્ચા

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને જબરદસ્ત ટક્કર આપી શકે તેવી શક્યતાઓ છે.આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈ કમાન્ડ ચિંતામાં જોવા મળે છે.

ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ અલર્ટમોડ પર આવી ગયું છે.ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલ અંદર રો અંદર વિવાદનો અંત આવી શકે છે. અને આગામી મહિનાના અંતમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી મળી શકે છે. તો આવું પણ ચર્ચા એ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યક્રમો હાર્દિક પટેલ ની ગેરહાજરી જોવા મળે છે.

કોંગ્રેસના પ્રભારી હોવા છતાં હાર્દિક પટેલ કેટલા કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળે છે આગામી મહિનામાં કોંગ્રેસને નવા પ્રભારી મળી શકે છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભરત સોલંકીને કાર્યકારી અધ્યક્ષ પદે ફરી નિયુક્ત કરી શકે છે.

અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ કાર્યક્રમોમાં હાજર રહ્યા નથી. તેમજ બે વખત રાજ્યપાલ સાથેની મુલાકાતમાં પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા.

અમિત ચાવડા ને સવાલ પૂછતાં તેઓએ જવાબ આપ્યો હતો કે અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ પાર્ટીના કાર્યક્રમમાં હાજર પણ ન રહે. આ ઉપરાંત અમિત ચાવડાએ કહ્યું કે નેતાઓ અલગ અલગ ઝોનમાં પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *