Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગાંધીનગરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ, આ બાબતે ભાજપ પર કર્યા મોટા આક્ષેપો - GUJJUFAN

ગાંધીનગરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ, આ બાબતે ભાજપ પર કર્યા મોટા આક્ષેપો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે ગાંધીનગરમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને હેરાન કરવામાં આવતી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. મતદાન મથક બહાર ટેબલ નાખીને બેસેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા ગાંધીનગરના કલેક્ટર ને મળીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટી કોલિંગ ટેબલ પર કેટલાક અસામાજીક તત્વોએ તોડફોડ કરી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના કાર્યકર્તાઓએ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ગાંધીનગર સેક્ટર 6 B મા થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને માર મારવામાં આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાત ના ફેસબુક પેજ પર માહિતી આપવામાં આવી હતી કે, ગાંધીનગર સેક્ટર 6B માં આમ આદમી પાર્ટીના પોલિંગ ટેબલ પર ભાજપના કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે.

આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ફેસબુક પર એક પોસ્ટ કરીને માહિતી આપી છે કે, ગાંધીનગરમાં હારી ગયેલા ભાજપના અસામાજિક તત્વો જેવા કાર્યકર્તાઓ બેફામ બન્યા છે.

એક બાજુ પોલીસનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. આપના કાર્યકર્તા અને પોલીસે ડિટેઇન કર્યા છે બીજી બાજુ ભાજપના અસામાજિક તત્વો જેવા કાર્યકરો ગાંધીનગરમાં અવાર-નવાર બન્યા છે.

ત્યારે મારી ખાસ વિનંતી છે કે, તમારા પોતાના પરિવારજનોની સગાઓ કુટુંબીજનો મિત્રો અને સહકર્મચારીઓ છે. ગાંધીનગરમાં રહેતા હોય તેઓને મત આપવાની અપીલ કરો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *