ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો, કોણ જીતશે ગાંધીનગર નો ગઢ ? ભાજપ-કોંગ્રેસ કે આપ !

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ સહિત તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે જોર લગાવી રહી છે. ત્યારે આજે ભાજપ દ્વારા ગાંધીનગરમાં પાણી ચૂંટણીને લઈને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા પોતાની ચૂંટણી મેનિફેસ્ટો ને “સંકલ્પ સિદ્ધિ પત્ર” નામ આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ વિકાસને વરેલી પાર્ટી છે. આ સાથે જ મનમાં ચૂંટણીને લઈને મોટા મોટા વાયદા કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે GPSC અને ગૌણ સેવા માં ચાલુ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને સ્ટાફ ભરતી કરવામાં આવશે. નવા રોડ રસ્તાઓ પહોળા કરીને પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ગાંધીનગરને કોરોના મુક્ત કરવા માટે તમામ નાગરિકોને રસીકરણ કરવામાં આવશે. મિલકતવેરા, વેપાર-ધંધાના વેરાની નવેસરથી સમીક્ષા કરવામાં આવશે.

અઠવાડિયામાં બે દિવસ પ્રજા માટે વોર્ડ બેઠકનું આયોજન, સ્માર્ટ સિટી ગાંધીનગર અને મુખ્યમંત્રી અમૃત યોજના અંતર્ગત ગાંધીનગર દેશનું સૌપ્રથમ 24*7 પાણી આવતું શહેર બનાવવાની યોજના.

તમામ વિસ્તારના ગટરનું પાણી શુદ્ધ કરી ને બગીચા વૃક્ષ ઉછેર જેવા ઉપયોગી કાર્ય માટે ઉપયોગમાં લેવા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાના નવા વિસ્તારમાં જીમ તથા સ્વિમિંગ-પુલની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપને 11 મંત્રીઓને ગાંધીનગરના 11 વોર્ડની જવાબદારી સોંપી છે.

જ્યારે કોંગ્રેસ દ્વારા પણ દરેક વોર્ડમાં બે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા બાદ ત્રિપાંખિયો જંગ જામ્યો છે.

સુરત મનપા ચૂંટણીમાં આમ આદમી દ્વારા શાનદાર પ્રદર્શન કરતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. જે બાદ અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. આજ કારણોસર કોંગ્રેસે ગાંધીનગર ની ચૂંટણી જીતવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *