લોકપ્રિય મુખ્યમંત્રીઓની યાદી માં ભાજપ ના માત્ર બે જ મુખ્યમંત્રી, વિપક્ષ નેતાઓ આગળ..

દેશના સૌથી લોકપ્રિય સીએમ તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર સૌથી લોકપ્રિય 11 મુખ્યમંત્રી માંથી 9 બિનભાજપશાસિત રાજ્યોના છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને 29 ટકા લોકો પસંદ કરે છે. ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી ટોચના પાંચ મુખ્યમંત્રીઓ માં શામેલ છે. આ સર્વે લોકોના મંતવ્યો પર આધારિત છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જાન્યુઆરી 2021 ની સરખામણીએ 74% થી 24 ટકા ઉપર આવી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટલિન ટોચ પર છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પાટનાયક બીજા સ્થાને, જે કેરળના મુખ્યમંત્રી પી વિજય ત્રીજા સ્થાને છે. તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચોથા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાંચમા સ્થાન પર છે.

આ યાદીમાં ભાજપ શાસિત રાજ્ય ના બે મુખ્યમંત્રી સામેલ છે. આસામના મુખ્ય મંત્રી હિંમત બિસ્વા શર્મા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ યાદીમાં છે.

બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છેલ્લા ગયા વર્ષમાં 42% ઘટી ગઈ છે. કયા વર્ષે 66% લોકપ્રિય લોકોએ મોદી અને આગામી વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા, પરંતુ આ વર્ષે માત્ર 24 ટકા લોકોએ મોદીને મત આપ્યો છે, સર્વે અનુસાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *