Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાંની લાલઘૂમ આવક, ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ.. - GUJJUFAN

ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાંની લાલઘૂમ આવક, ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ..

ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. લાલ મરચા ના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોએ માર્કેટયાર્ડ સુધી પોતાનો પાક વેચવા માટે પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડની બહાર લાંબી લાઈનોમાં ખેડૂત પોતાનો ભાગ લઈને ઊભો રહી ગયા છે. એપીએમસી માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ ખેડૂતોને યોગ્ય સુવિધા મળી રહે તેને લઈને કાળજી લઇ રહ્યા છે.

તેમજ પાકનો યોગ્ય સંગ્રહ કરવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી રહ્યા છે લાલ મરચા ના ભાવ એપીએમસી માર્કેટ યાર્ડમાં 800 રૂપિયાથી લઈને 2650 રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે,

જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.ગોંડલના માર્કેટ યાર્ડ મરચા ના ભાવ 1000 રૂપિયાથી લઈને 3310 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જ્યારે મરચાના સૂકા પટ્ટા નો ભાવ 900 રૂપિયાથી લઈને 6501 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

જસદણના માર્કેટયાર્ડમાં લાલ મરચા ના ભાવ 1200 રૂપિયાથી લઈને 1855 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ વર્ષે લાલ મરચા ના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ મરચા ના ભાવ સૌથી ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેથી દૂરથી ખેડૂતો પોતાનો પાક વહેંચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *