સમાચાર

નવા મંત્રીમંડળમાં, આ દિગ્ગજ નેતાને સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવના…

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપી દીધું છે. અને સમગ્ર ગુજરાતમાં રાજકારણમાં હલચલ થઇ છે. ત્યારે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની વરણી તાજેતરમાં કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે અને સત્તરમા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ શપથ લીધા છે.

વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ સમગ્ર મંત્રીમંડળ નવું રચવામાં આવી રહ્યું છે. ત્યારે આજે તેની બે જાહેરાત બાદ કરવામાં આવશે, અને શપથવિધિ પણ કરવામાં આવશે તેવું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે દોડધામ શરૂ થઈ છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપના ત્રણ ધારાસભ્યો પણ મંત્રીમંડળની રેસમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા ને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું સૌથી વધુ પ્રબળ શક્યતાઓ છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તે અગાઉ પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

અને પોતાની સારી એવી પ્રસિદ્ધિ તથા નામના તેમની દ્વારા ઉભી કરવામાં આવી છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની છે હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવી છે. તેમાં પણ તેમનો મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે ભલામણ કરવાની ચર્ચા એ વેગ પકડ્યો છે.

ભાજપમાંથી પ્રથમ વખત ચુંટણી લડી અને ધારાસભ્ય બનેલા વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી કોઈપણ જાતની હાલમાં શક્યતા દેખાતી નથી.

કારણ કે, અત્યાર સુધીમાં કોઈ પણ જાત ની પ્રતિક્રિયા હાઈ કમાન્ડ દ્વારા ધનજીભાઈ પટેલ ના નામ ઉપરથી ચર્ચા કરવામાં આવી રહી નથી. જેને લઇને વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *