નવા મુખ્યમંત્રી ફૂલ એક્શનમાં, ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે શપથ લીધી અને આજે તો..

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યા ના બીજા દિવસે ભૂપેન્દ્ર પટેલે જામનગર પહોંચી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુવાવ ગામ ની મુલાકાત લઇ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો પાસેથી વરસાદથી થયેલા નુકસાનની માહિતી પણ મેળવી હતી.

ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. બીજી તરફ ભારે વરસાદને કારણે લોકોના જીવન પર પણ ઊંડી અસર થઇ હતી.

તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી ડેમની જળ ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એનડીઆરએફની ત્રણ ટીમ રાજકોટ અને બે ટીમ જામનગર માટે ભાટીડા થી મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્ર વાહકોને સૂચના આપી હતી.

જામનગરની મુલાકાતે આવેલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહાપ્રભુજી બેઠક વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી

તેમના થયેલા નુકસાનની વિગતો મેળવી સાથે સરકાર દ્વારા જરૂરી તમામ સહાયની ખાતરી આપી. જામનગર જિલ્લાના અલીયાબાડા ગામમાં વરસાદ ભારે વિનાશ કર્યો હતો.

લોકોની ઘરવખરી વેરવિખેર થઈ ગઈ હતી. મકાનોની દિવાલ પર વરસાદી પાણી ને માર ઝીલી શક્તિ ન હોવાને કારણે ધરાશાયી થઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *