ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી ની હાજરીમાં આ સમાજના પ્રમુખ સહિત આટલા કાર્યકર્તાઓ જોડાયા AAPમાં

આજ રોજ ગાંધીનગરમાં ગુજરાત જાગીરદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ બિહોલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇશૂટદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા મહેશ સવાણી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલ, અને આમ આદમી પાર્ટી ગાંધીનગર જિલ્લા પ્રમુખ મુકેશ પટેલ અને આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર પ્રમુખ જીતેન્દ્ર ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ભરતસિંહ અનેક પ્રકારની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ભરતજીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા દિવસે ને દિવસે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

તેમજ તેમની પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને પાર્ટીમાં નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીમાં ભારે તૈયારીઓ જોવા મળી રહી છે.ભરતજીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરાયું છે.

શિક્ષણ સાથે રોજગાર, ખેતી, વીજળી-પાણી વેપાર અનેક મુદ્દા વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખૂણેખૂણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.ગાંધીનગરમાં આજ રોજ ગુજરાત ના ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ બિહોલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી ની હાજરીમાં ભરતસિંહ બિહોલા એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *