APP ના નેતાની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ APPનો ખેસ પહેર્યો.
આજે મંગળવાર ના રોજ બનાસકાંઠા ખાતે 9:00 આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહામારીમાં મૃત્યુ પામેલા નાગરિકો ના સ્નેહીજનોને સાતવના પાઠવવા માટે આપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભોમાભાઇ ચૌધરી,
વિજયભાઈ સુવાળા, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, અને અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી શકે છે. ગામડા અને શહેરોમાં લોકો ભાજપ થી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સોમાભાઇ ચૌધરી મહામારીમાં અવસાન પામેલા ઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને દિલ્હી સરકાર દ્વારા થયેલા કામો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેડૂતો માટે, શોષિત માટે વંચિત માટે ભ્રષ્ટાચારમુક્ત શાસન વ્યવસ્થા મળે તે માટે દિલ્હી સરકાર કામ કરે તે જ પ્રમાણે ગુજરાતમાં પણ કામ થાય તે માટે 2022માં આપની સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં લોકોને જોડવા માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
ઈશુદાન ગઢવી એ મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી સાથે સાથે મહામારીમાં પડેલી મુશ્કેલીઓ અને સરકારની સ્વાસ્થ્ય સેવાઓ અંગેની ઉદાસીનતા વ્યક્ત કરી.
કાર્યક્રમમાં ગામના તથા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો. ‘ભારત માતા કી જય’ , ‘જય જવાન જય કિસાન’ ના નારા પણ લગાવ્યા અને સભા ને સફળ બનાવી. 1000 થી વધુ લોકો ભાજપ અને કોંગ્રેસ છોડી આપમાં જોડાયા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!