આગામી મુખ્યમંત્રીની રેસમાં આ દિગ્ગજ નેતાનું નામ સૌથી આગળ, મોદી સાથે પણ થઈ હતી મુલાકાત…
ગાંધીનગરમાં વિજય રૂપાણી સીએમ પદ પરથી હટાવ્યા પછી હવે ભાજપમાં દીવ-દમણ દાદરાનગર અને લક્ષદ્વીપના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ્લ પટેલ ને મોટી જવાબદારી આપી શકે છે. આવતીકાલે ગાંધીનગર ધારાસભ્ય ની સાથે પ્રફુલ પટેલને પણ હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આવતીકાલની ભાજપના ધારાસભ્યોની બેઠકમાં તેમનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવી શકે છે. તેઓની થોડા દિવસ પહેલા દિલ્હીમાં મોદી સાથે પણ મુલાકાત થઇ હતી.
જેના પરથી લાગી રહ્યું છે કે, તેઓ ને હવે ગુજરાતની ગાદી પર સ્થાન આપવામાં આવી શકે છે. પ્રફુલ પટેલ અગામી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.
તેમનો બહોળો અનુભવ છે. અને પાટીદારોની નારાજગી દૂર કરવા કેવો ભાજપને કામ આવી શકે છે. પીએમ મોદીના ગુડ બુકમાં પણ તેમનું નામ છે.
હવે જોવું રહ્યું કે આગળના સમયમાં પ્રફુલ પટેલને ગુજરાતની ગાદી પર સ્થાન મળે છે કે બીજાને સ્થાન મળે છે.
અત્યારે મુખ્યમંત્રી પદ માટે પ્રફુલ્લ પટેલનું નામ આગળ જોવા મળી રહ્યું છે. ત્યારે કાલે ગાંધીનગર ખાતે ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. બે-ત્રણ મંત્રીઓનું નામ રેસમાં આગળ જોવા મળી રહ્યો છે.
અને નોંધનીય છે કે, પ્રફુલ પટેલે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!