યૂથ કોંગ્રેસની ચુંટણીમાં હાર્દિક પટેલ અને ઇન્દ્રવિજયસિંહ નુ ગ્રુપ આમને-સામને, હાર્દિક ને જીતાડવા માટે આ ટીમ ઉતરી મેદાનમાં..

આવતીકાલે યૂથ કોંગ્રેસની ચૂંટણીનો છેલ્લો દિવસ છે, ત્યારે આ ચૂંટણી યૂથ કોંગ્રેસ એન.એસ.યુ.આઈ માં પ્રભુત્વ ની લડાઈ બની છે. ચૂંટણીમાં કોંગ્રેસના જ બે જૂથ આમને સામને છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલના ગ્રૂપ સામે સામે આવ્યા છે. હાર્દિક પટેલ સભ્યો માટે જૂની પાસ ની ટીમ કામે લગાડી છે.

સુરત પાસ ના સભ્યો હાર્દિકના ઉમેદવારોને જીતાડવા કામે લાગ્યા છે, અને ગુજરાતમાં હાર્દિક પટેલ પાસ ના જુના સાથીઓની મદદ લીધી છે, અને ટીમો કામે લાગી છે.

અત્યાર સુધી કુલ 5.60 લાખ યુવાનો સભ્યો બનાવવાનો દાવો કરાયો છે અને યૂથ કોંગ્રેસની સભ્ય બનવા રૂપિયા 50 નક્કી કર્યા છે. આવતીકાલે રજીસ્ટ્રેશન અને મતદાન નો છેલ્લો દિવસ છે.

વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ થતા જ કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યો છે. યૂથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં બે ભાગ પડી ગયા છે. હાર્દિક પટેલ અને ઇન્દ્રસિંહ ગોહિલ સામે સામે આવી ગયા છે.

જેમાં બંને ગ્રુપ પોતાના સમર્થકો માંથી કોઈને પ્રમુખ બનાવવા માટે મક્કમ છે. યૂથ કોંગ્રેસની ચૂંટણી ટાણે જ બે ભાગ પડતા કોંગ્રેસ નેતા મૂંઝવણમાં મુકાઇ ગયા છે. હાલમાં ઉમેદવારો ઋતુરાજ ચુડાસમા, જયેશ દેસાઈ, અભય છે.

બીજી તરફ હાર્દિક પટેલના સમર્થકોમાં વિશ્વનાથ સિંહ વાઘેલા છે. યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જે ટોપ ત્રણ સભ્યોની પસંદગી કરશે, તેમને દિલ્હી ખાતે ઈન્ટરવ્યુ પણ ગોઠવવામાં આવશે.

ઇન્ટરવ્યૂ પછી ગુજરાતના યુથ કોંગ્રેસના પ્રમુખ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ 15 દિવસમાં 1 લાખ 82 હજાર થી વધુ યૂથ કોંગ્રેસના સભ્યો બનાવ્યા છે.જેમાં એક સભ્યોની નોંધણી ફી રૂપિયા 50 હોય છે. ફી ભર્યા બાદ સભ્યો મતદાન કરી શકે છે, તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *