સમાચાર

આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, ભાવ જાણે તમે પણ ચોકી જશો, રેકોર્ડ બેક…

કપાસના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. કપાસના ભાવમાં વધારો થતા ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છેઅને સારો ભાવ મેળવી રહ્યા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 8000 અને સરેરાશ ભાવ 8300 બોલાવ્યો છે. સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ 6500 થી લઈને 8000 રૂપિયા બોલાયો છે.

જેના કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. જ્યારે અમરેલીમાં ન્યૂનતમ ભાવ 6400 અને સરેરાશ ભાવ 8200 બોલાતા ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે અને કપાસ નો પાક વેચવા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે, કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ બહાર લાઇનમાં છે.

થોડા સમય પહેલા કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એકવાર કપાસના ભાવમાં ઉછાળો થયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અને ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ કપાસના ભાવમાં વધારો જ થશે

માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 7500 અને સરેરાશ ભાવ 8000 બોલાવ્યો છે. જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 5800 થી લઈને 7100 બોલાવ્યા છે. કપાસના નિષ્ણાંતો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કપાસના ભાવમાં હજુ વધારો થશે. જેથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.

જ્યારે બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 8350 અને સરેરાશ ભાવ 8450 રૂપિયા બોલાઈ રહ્યો છે. મહેસાણા વિસનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 8000 અને મહત્તમ ભાવ 8500 બોલાઈ રહ્યો છે. કપાસ નો મહત્તમ ભાવ 6400 થી લઈને 9000 રૂપિયા સુધી બોલાયો છે. આ ભાવ ક્વિન્ટલ દીઠ આપવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *