સૌરાષ્ટ્ર સહિત આ માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ભાવમાં થયો મોટો વધારો…

બાજરાનું ઉત્પાદન સારું જોવા મળી રહ્યું છે અને માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ સારા બોલાતા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડ સુધી પહોંચી ગયા છે. અને લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2400 થી લઈને 2500 ને પાર પહોંચી ગયા છે. જંબુસર માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ ખૂબ સારા એવા બોલાઈ રહ્યા છે.

જુનાગઢના માર્કેટ યાર્ડ બાજરાના ભાવ 2000 રૂપિયાથી લઈને 2120 ને પાર બોલાઈ રહ્યા છે. ભરૂચના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2200 રૂપિયાથી લઈને 2450 રૂપિયા જોવા મળી રહ્યા છે. થરાના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2100 થી લઈને 2300 રૂપિયા જોવા મળી રહ્યા છે. મહેસાણાના માર્કેટ યાર્ડમાં ભાવ 2020 રૂપિયા થી લઈને 2120 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

દરેક માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોને યોગ્ય અને પોષણ ક્ષમભાવ મળી રહ્યા છે. રાજકોટના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 1650 થી લઈને 1980 અને બહાર પહોંચી ગયો છે. પાટણના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 1980 રૂપિયાથી લઈને 2180 અને પાર પહોંચી ગયો છે.

વિસનગરના માર્કેટ યાર્ડમાં બજારનો ભાવ 2045રૂપિયાથી લઈને 2295 રૂપિયા જોવા મળ્યો છે. ગાંધીનગરના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 2150 રૂપિયાથી લઈને 2400 ને પાર પહોંચી ગયો છે. આણંદના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 5400 રૂપિયાથી લઈને 2600 રૂપિયા અને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2200 થી લઈને 2500 ને પાર પહોંચી ગયા છે. બાજરાના ભાવમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. બાજરા નું આ વર્ષે સારા એવા પ્રમાણમાં વાવેતર પણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોનો માનવું છે કે, હજુ પણ આગામી દિવસોમાં બાજરાના ભાવમાં વધારો થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *