કપાસના ભાવ જાણી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મંદીના કારણે બજારમાં ઘણી વખત ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો હતો, પરંતુ આ વખતે કપાસના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં કપાસની માંગ વધતા આ વખતે ભાવ ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એક અનુમાન મુજબ આ વર્ષે 20 ટકા જેટલું ઓછું ઉત્પાદન કપાસનું થયું છે.
ભાવ ઊંચા પ્રમાણમાં જોવા મળશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારત, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં કપાસનું વાવેતર ઓછું થયું છે. તો દક્ષિણ ભારત આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ કપાસનું વાવેતર ઓછું થયું છે.
કપાસના ભાવ ઓછા મળતા આ વખતે ખેડૂતોએ ઓછો કપાસનો પાકવા આવ્યો છે. ખેડૂતો આ વર્ષે કપાસને બદલે મગફળી અને બીજા પાક તરફ વળ્યા છે. એટલે કે આ વર્ષે ધારણા કરતા 20 ટકા જેટલું ઓછું ઉત્પાદન થયું છે, અને જેમને કપાસની ખેતી કરી છે.
હવામાનની વિષમતા ને કારણે ઘણી જગ્યાએ પાક સતત બગડ્યો છે. ગયા વર્ષના આંકડા અનુસાર 46 હજાર કરોડ કપાસના ઉત્પાદન સાથે ગુજરાત દેશના પ્રથમ સ્થાને રહ્યો હતો. ત્યારે આ વખતે પણ કપાસની તેજી અને ગુજરાતના ખેડૂતો ઉપરાંત દેશના અર્થતંત્રને નવી ઉર્જા આપશે.
કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રહેતા ગુજરાતમાં આ વખતે તેજીની લહેર આવી છે. જેતપુર માર્કેટ યાર્ડમાં સીઝનના પહેલા કપાસની હરાજી ની શરૂઆત થઈ છે.
અનેક અરમાનો સાથે લઈને આવેલા ખેડૂતોને આશા હતી કે, આ વખતે મહેનતનું ફળ મળી જ રહેશે. પરંતુ પ્રતિ મણ કપાસના ભાવ 5120 રૂપિયા થી લઈને 7748 પહોંચતા હરખ અને ખુશીની લાગણી અનુભવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!