આગામી સમયમાં ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતના તડામાર તૈયારી કરવા લાગી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે, અને દિલ્હીમાં કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર છે.
અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરના લોકો સાથે સામાજિક અગ્રણીઓ અને અન્ય રાજકીય પક્ષના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. લોકો હવે ભાજપ સરકારથી કંટાળીને પાર્ટીમાં જોડાઇ રહ્યા છે .
આમ આદમી પાર્ટીનું દિવસેને દિવસે વર્ચસ્વ વધી રહ્યું છે. અને સાથે સાથે પાર્ટી મજબૂત બની રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવવાના છે. આગામી સમયમાં પણ કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઈને લાગી રહ્યું છે.
આમ આદમી પાર્ટી અત્યારે જન સંવેદના કાર્યક્રમ કરી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં કેટલાક લોકોએ કેસરિયો છોડીને જાડુ પકડ્યો છે. કેટલાક કાર્યકર્તાઓએ આપમાં જોડાયા છે.દિવસેને દિવસે આપ આ કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓ ને જોડી રહી છે.
કેટલા કોંગ્રેસના કાર્યકર્તા પણ આપમાં જોડાયા. આપના નેતા ઈશુદાન ગઢવી, વિજય સુવાળા ની હાજરીમાં હજારો કાર્યકર્તાઓ આપ માં જોડાયા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!