ભાજપની ચિંતામાં વધારો, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું આ મોટું કામ, જાણો.

આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી 2022 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યુપીમાં પીછડી જાતિના વોટબેંક પર નજર ફેરવતા આમ આદમી પાર્ટીએ સૌથી વધુ તે જાતિના 35 ઉમેદવારો જાહેર કર્યા છે. રાજ્યસભા સાંસદ તેમજ યુપી પ્રભારી સંજય સિંહે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં યાદી જાહેર કરી છે.

તેમને જણાવ્યું છે કે, યાદીમાં ડૉક્ટર, એન્જિનિયર, ગ્રેજયુએટ પોસ્ટ ગ્રેજયુએટ થી લઈને યુવાનો ખેડૂતો સહિતના તમામ વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપની પાર્ટી ની પ્રથમ યાદીમાં અવધ ક્ષેત્રના પણ 21 વિધાનસભા ક્ષેત્ર માટે ઉમેદવાર તેમ જ પ્રકારની જાહેર કરાયા છે.

જેમાં લખનઉમાં 7, બારાબંકીમાં 5,સીતાપુર મા 4,અયોધ્યામાં 3, સુલતાનપુરમાં 2 સીટ માટે ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી બધા રાજ્યમાં સક્રિય થવા લાગી છે.

અને દિવસે ને દિવસે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં પગ પેસારો કર્યા બાદ હવે વિધાનસભા ચૂંટણી માટે યુપીમાં સો ઉમેદવાર ની આમ આદમી પાર્ટીએ યાદી જાહેર કરી છે.

આમ આદમી પાર્ટી અનેક રાજ્યોમાં પોતાની પાર્ટીનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. લાખો સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને પાર્ટીનું પ્રભુત્વ દિવસેને દિવસે મજબૂત બની રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *